Share This Post On Your Social Media Feed.

નમો લક્ષ્મી યોજના 2026 - Namo Lakshmi Yojana

 

યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય – Namo Lakshmi Yojana 2026

ગુજરાત સરકાર દ્વારા આ યોજના ખાસ કરીને ધોરણ 9 થી 12 માં ભણતી કિશોરીઓ માટે શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ દીકરીઓનું પોષણ સુધારવું, તેમનું શિક્ષણ ચાલુ રહે (Dropout rate ઘટાડવો) અને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે

પાત્રતાના માપદંડ (Who can apply?)

  • અરજદાર ગુજરાતની કાયમી નિવાસી દીકરી હોવી જોઈએ.
  • દીકરી સરકારી અથવા ગ્રાન્ટ-ઈન-એડ (અનુદાનિત) શાળામાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી હોવી જોઈએ.
  • શાળામાં હાજરી ઓછામાં ઓછી 80% હોવી જરૂરી છે. – 

    હાજરીનો ખાસ નિયમ (Attendance Rule)

    આ યોજનામાં માત્ર એડમિશન લેવાથી પૈસા નથી મળતા. દીકરીની શાળામાં ઓછામાં ઓછી ૮૦% હાજરી હોવી અનિવાર્ય છે. જો હાજરી ઓછી હશે, તો તે મહિનાનો હપ્તો અટકી શકે છે.            

  •  પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ

જરૂરી દસ્તાવેજો (Checklist of Documents)

  1. દીકરીનું આધાર કાર્ડ (મોબાઈલ નંબર સાથે લિંક હોવું હિતાવહ છે).
  2. વાલીનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ.
  3. આવકનો દાખલો (મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીનો).
  4. શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ અથવા ચાલુ વર્ષનું આઈ-કાર્ડ.
  5. બેંક એકાઉન્ટની વિગત (દીકરીનું અથવા માતાનું સંયુક્ત ખાતું).
  6. ગત વર્ષની માર્કશીટ.

  મળવાપાત્ર સહાયની રકમ (Payment Structure)

આ યોજનામાં 4 વર્ષ દરમિયાન કુલ ₹50,000 ની સહાય આપવામાં આવે છે, જે નીચે મુજબ વહેંચાયેલી છે:

  • ધોરણ 9: વાર્ષિક ₹10,000 (દર મહિને ₹500 લેખે 10 મહિના માટે ₹5,000 + ₹5,000 ધોરણ 9 પાસ કર્યા પછી).
  • ધોરણ 10: વાર્ષિક ₹10,000 (દર મહિને ₹500 લેખે 10 મહિના માટે ₹5,000 + ₹5,000 ધોરણ 10 પાસ કર્યા પછી).
  • ધોરણ 11: વાર્ષિક ₹15,000 (દર મહિને ₹750 લેખે 10 મહિના માટે ₹7,500 + ₹7,500 ધોરણ 11 પાસ કર્યા પછી).
  • ધોરણ 12: વાર્ષિક ₹15,000 (દર મહિને ₹750 લેખે 10 મહિના માટે ₹7,500 + ₹7,500 ધોરણ 12 પાસ કર્યા પછી).                                                                                                                          

અરજી કરવાની પ્રક્રિયા (Step-by-Step Process)

આ યોજના માટે વિદ્યાર્થીઓએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી:

  • રજીસ્ટ્રેશન: જે-તે શાળાના આચાર્ય દ્વારા ‘SwiftChat’ એપ્લિકેશન અથવા સરકારના નિયત પોર્ટલ પર વિદ્યાર્થીનીઓની વિગતો અપડેટ કરવામાં આવે છે.
  • ચકાસણી: શાળા દ્વારા ડેટા વેરીફાઈ થયા બાદ તે શિક્ષણ વિભાગને મોકલવામાં આવે છે.
  • ચુકવણી: મંજૂરી મળ્યા બાદ સહાયની રકમ સીધી બેંક ખાતામાં (DBT દ્વારા) જમા થાય છે 

ઓનલાઇન ડેશબોર્ડ અને ટ્રેકિંગ

સરકાર આ યોજના માટે એક ખાસ પોર્ટલ બનાવી રહી છે જ્યાં વાલીઓ પોતાની દીકરીનું નામ અને આધાર નંબર નાખીને ચેક કરી શકશે કે કેટલા હપ્તા જમા થયા છે. આને Gyan Shakti Portal સાથે લિંક કરવામાં આવ્યું છે.

ટેકનિકલ હેલ્પલાઇન

જો કોઈને ફોર્મ ભરવામાં કે પૈસા જમા થવામાં તકલીફ પડે, તો તેઓ ગુજરાત શિક્ષણ વિભાગની હેલ્પલાઇન 1800 233 1036 અથવા જે-તે જિલ્લાની DEO (District Education Office) કચેરીનો સંપર્ક કરી શકે છે.

નોંધ –  જો કોઈ દીકરી ધોરણ ૧૧-૧૨ માં સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) રાખે છે, તો તેને નમો લક્ષ્મી ઉપરાંત નમો સરસ્વતી યોજના હેઠળ વધારાની સહાય મળી શકે છે. (સાયન્સ રાખતી દીકરીઓને કુલ ₹૨૫,૦૦૦ સુધીની સહાય મળે છે).

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top